July 24, 2025
“એથ્લેટીક્સ”માં એલ.એચ.બોઘરા (શિશુવિહાર) શાળાનું ગૌરવ
ધોરણ:-૭ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી શાળાની વિદ્યાર્થીની સેલર શ્રેયલે ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ નડીયાદ મુકામે એથ્લેટીકસમાં 50 મીટર દોડમાં તૃતીય અને 100 મીટર દોડમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. SGFI માં રાજ્યકક્ષાની એથ્લેટીકસમાં રીલેમાં ભાગ લીધો, ઉપરાંત ઓપન નેશનલ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સમાં અમદાવાદ મુકામે 100 મીટર દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
“જીમ્નાસ્ટીક” અને “સ્વીમીંગ”માં એલ.એચ.બોઘરા હાઈસ્કૂલના વિદ્યાર્થીની ઝળહળતી સિદ્ધિ
શાળાના અંગ્રેજી માધ્યમ ધોરણ:-૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાઠોડ ક્રિશીવે જીમ્નાસ્ટીકમાં ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ ફોરએકસોઈઝમાં પ્રથમ અને સ્ટીલરીંગમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. SGFI ગેમ્સમાં રાજ્યકક્ષાએ સ્ટીલરીંગમાં પ્રથમ અને પેરેલબારમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રાષ્ટ્રીયકક્ષાએ ઉત્તરપ્રદેશમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. એસોસીએશન આયોજિત રાજ્યકક્ષાની સ્પર્ધામાં વૉલ્ટીંગ ટેબલમાં પ્રથમ, પેમલ હોર્સમાં પ્રથમ અને ફોરએકસોઈઝમાં પ્રથમ ક્રમ, સ્ટીલ રીંગમાં તૃતીય, પેરેલબારમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી રાષ્ટ્રીયકક્ષાએ દિલ્હી મુકામે ભાગ લઇ ખૂબ સારું પ્રદર્શન કર્યું. જીમ્નાસ્ટીકની સાથે સાથે આ વિદ્યાર્થીએ ખેલમહાકુંભમાં સ્વીમીંગમાં 50 મીટર બેકસ્ટોકમાં પ્રથમ, 4 x 100 રિલેમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો. રાજકોટ ખાતે SGFI ગેમ્સમાં 50 મીટર બેકસ્ટોકમાં પ્રથમ, 4 x 100 રિલેમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી રાષ્ટ્રીયકક્ષાએ પશ્ચિમબંગાળમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એસોસિએશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાની સ્પર્ધામાં રાજકોટ ખાતે 4 x 100 રીલેમાં તૃતીય અને 50 મીટર બેક સ્ટોકમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી રાષ્ટ્રીયકક્ષાએ ઉમદા પ્રદર્શન કર્યું હતું. આમ ક્રિશીવે જીમ્નાસ્ટીકમાં કુલ 12 અને સ્વીમીંગમાં કુલ 6 મેડલ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવવા બદલ સમગ્ર શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન…. અભિનંદન…. અભિનંદન….
June 19, 2025
ટાટા બિલ્ડીંગ ઇન્ડિયા આયોજીત નિબંધ સ્પર્ધા વર્ષ 2023-24
ટાટા બિલ્ડીંગ ઇન્ડિયા આયોજીત વર્ષ 2023-24 માં સ્કૂલ નિબંધ સ્પર્ધામાં વિષય:- “કચરો ઓછો કરવા અને રિસાયકલીંગ ને પ્રોત્સાહન આપવા માટે તમે કઈ પાંચ આદતોને અપનાવી શકો છો.” તેમાં ધોરણ 10 (ગુજરાતી માધ્યમ) ની વિદ્યાર્થીની શાહ રીત પરાગભાઈ એ ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી તા- 15/06/24 ના દિને દિલ્હી મુકામે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે ₹35,000, સન્માન પત્ર અને મેડલ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.
June 13, 2024
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષાની સ્વિમીંગ સ્પર્ધા
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષા સ્વિમીંગ અંડર 14 સ્પર્ધાનું આયોજન હિંમતનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાનો વિદ્યાર્થી રાઠોડ ક્રીશીવ એ 50 મીટર બેકસ્ટ્રોક માં ભાગ લઈ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સુરત જિલ્લાનું તેમજ આપણી શાળાનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાના વિદ્યાર્થી પરમાર યુગ એ તેમજ સાથે ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સુરત જિલ્લાનું તેમજ આપણી શાળાનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષા એથ્લેટિક અંડર 11 સ્પર્ધા નું આયોજન નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સશ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની સેલર શ્રેયલ એ 50 મીટર દોડ અને 100 મીટર દોડ માં ભાગ લીધો હતો. જેમાં તેણે 50 મીટર દોડ માં બ્રોન્ઝ મેડલ તેમજ 100 મીટર દોડ માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સુરત જિલ્લાનું તેમજ આપણી શાળાનું નામ રોશન કર્યું છે.