Blog

Students

November 25, 2021

” સોશિયલ મીડિયાનો વધતો પ્રયોગ સમાજ માટે ઉપકારક કે અપકારક “

સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા,
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત્.

અર્થાત બધા જ સુખી, થાઓ બધા જ રોગમુક્ત રહે બધાનું જીવન મંગળમય બને અને કોઈ દુઃખનું ભાગીદાર ન થાય.
આ સંસ્કાર અને જ્ઞાન આપનાર શાસ્ત્ર જે આપણીસંસ્કૃતિની ધરોહર છે તેની સામે શું આજનું સોશિયલ મીડિયા ઉપકારક હોય શકે ? સમાજ માટે તેનો વધતો વ્યાપ વધતો પ્રયોગ શું ફાયદાકારક હોય ?

જો આ જવાબ પૂછવામાં આવે ને તો મારું અંગત અને સાંસ્કૃતિક જ્ઞાન આધારિત મંતવ્ય દ્રઢપણે છે. ના, આજના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાનો વધતો જતો પ્રયોગ ઉપકારક નહિ પણ અપકારક બનશે અને ભવિષ્યની પ્રજાને નિરાશાની ગર્તામાં ધકેલી માનસિક રોગોના શિકાર બનાવી માનસિક વિકલાંગ બનાવશે.આજના સમયમાં સોશિયલ મીડિયા એ પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાની સમાંતરમાં સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોત તો એક સારું પગથિયું બની રહેત પરંતુ હાલમાં ચાલતા સોશિયલ મીડિયાનાં ઉપયોગથી જોતા એ સમાજ માટે પગથિયાં રૂપ સીડી નહિ પરંતુ ખીણ સાબિત થશે એમ લાગે છે.

દવે આશુતોષ અક્ષયભાઈ
ધોરણ:- ૧૧ કોમર્સ-એ

Teachers

October 1, 2019

ગ્લોબલ વોર્મિંગ : વૈશ્વિક સમસ્યા

શું થઇ ગયું છે ? શું થઇ રહ્યું છે ?

નથી ભરોસો પર્યાવરણના પરફોર્મિંગનો

કાલે શું થશે કોને ખબર ?

કેમ કે ભાઈ ! આ જમાનો છે ગ્લોબલ વોર્મિંગનો.

ગ્લોબલ વોર્મિંગએ ૨૧મી સદીનાં મધ્યમાં અને તેના અંદાજિત સાતત્યથી પૃથ્વીની નજીકની સપાટીની હવા અને સમુદ્રના સરેરાશ તાપમાનમાં થયેલો વધારો છે. પૃથ્વી પરના વાતાવરણમાં થતો અનિચ્છનીય ફેરફાર જે માનવી માટે ખતરારૂપ હોય છે. જે મનુષ્ય પોતે સર્જે છે.

‘ગ્લોબલ વોર્મિંગ’ એ માણસે માણસ સામે છેડેલા યુદ્ધનું વિધ્વસંક પરિણામ છે. માનવી માનવ મટીને જ્યારે દાનવતા તરફ જાય છે. વૃક્ષોને, જંગલો કાપી બિલ્ડિંગો બંધાય છે. આધુનિકતા ને અજમાવવા અવનવા પ્રયાસો થાય છે. કાગળ, કાપડનો ઉદ્યોગ ઘટી પ્લાસ્ટિક બેગ વપરાય છે. ઋતુઓના ફેરફારો અનિશ્ચિતને અકાળે બદલાય છે. દિવસે દિવસે વાતાવરણમાં તેમજ મોંઘવારીની ગરમી વર્તાય છે. એસિડ રેઇન જેવી પરિસ્થિતિ ઊભી થતી જાય છે. જેને લીધે ગ્લોબલ વોર્મિંગના વાદળો ઘેરાતા જાય છે.

       – નિમિષાબેન નાયક

બાળકોની મનોદશાનું પૃથક્કરણ

બાળકોની માનસિક જરૂરિયાત શિક્ષકોએ તેમજ વડીલોએ નાનપણમાં સંતોષવી જોઈએ. જો તે સંતોષી શકાય નહિ તો તેનામાં વિકૃતિ અથવા માનસિક રોગો લાગુ પડી શકે. વડીલો એ બાળકની માનસિક જરૂરિયાતની અગત્યતા સમજવી જોઈએ.

બાળકની મુખ્ય જરૂરિયાત પ્રેમ, મૈત્રી, સાહસ, પ્રોત્સાહન, સલામતી છે. બાળકને પ્રેમથી કોઈપણ કાર્ય સમજાવાય તો તે ઉત્સાહથી કરે છે. અતિશય પ્રેમ આપવો પણ નકામો છે. કેટલીક વખત તે સમાજ વિરોધી કાર્ય જેવા કે ચોરી કરવી, જૂઠું બોલવું એવી ભૂલો કરે છે. બાળકને જ્યારે નવું નવું જાણવાનું અને જોવાનું કુતૂહલ થાય ત્યારે તે વડીલોનો અને શિક્ષકોનો સહારો લે છે. જો તેમના તરફથી મૈત્રીરૂપ સાઠ સહકાર મળી જાય તો તેનામાં રહેલું એકલતાપણું દૂર થાય છે. જેથી બાળકમાં શરમાળપણું, સ્વાર્થવૃત્તિ દૂર થાય, વિચાર શક્તિ વધે, મૈત્રીની ભાવના ખીલે અને ચારિત્ર્ય ઘડતર થાય.

આમ બાળકને પ્રેમ અને મૈત્રી તેના ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

– સોનલબેન પટેલ.

Parents