achievements
Academic
June 13, 2024
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષાની સ્વિમીંગ સ્પર્ધા
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષા સ્વિમીંગ અંડર 14 સ્પર્ધાનું આયોજન હિંમતનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાનો વિદ્યાર્થી રાઠોડ ક્રીશીવ એ 50 મીટર બેકસ્ટ્રોક માં ભાગ લઈ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સુરત જિલ્લાનું તેમજ આપણી શાળાનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાના વિદ્યાર્થી પરમાર યુગ એ તેમજ સાથે ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સુરત જિલ્લાનું તેમજ આપણી શાળાનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા
ખેલ મહાકુંભ-2.0 2024 રાજ્યકક્ષા કક્ષા એથ્લેટિક અંડર 11 સ્પર્ધા નું આયોજન નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સશ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની સેલર શ્રેયલ એ 50 મીટર દોડ અને 100 મીટર દોડ માં ભાગ લીધો હતો. જેમાં તેણે 50 મીટર દોડ માં બ્રોન્ઝ મેડલ તેમજ 100 મીટર દોડ માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સુરત જિલ્લાનું તેમજ આપણી શાળાનું નામ રોશન કર્યું છે.
Non-Academic
February 17, 2022
“OUR PRIDE ELOCUTION & ESSAY COMPETITION”
Congratulations…
સુરત મહાનગરપાલિકા આયોજિત સ્વામી વિવેકાનંદજીની ૧૫૮મી જન્મ જયંતી અને યુવા દિનની ઉજવણીનાં ભાગરૂપે વકતૃત્વ અને નિબંધ સ્પર્ધામાં આપણી શાળાની વિદ્યાર્થીની પરમાર ક્રિશા હેતલકુમાર – પ્રથમ ક્રમાંક – વકતૃત્વ સ્પર્ધા (ઉ.માધ્યમિક વિભાગ), પટેલ ધ્વનિ હિતેશભાઈ – દ્રિતીય ક્રમાંક – નિબંધ લેખન સ્પર્ધા (ઉ.માધ્યમિક વિભાગ), પટેલ મેહલકુમારી વિરલભાઈ – તૃતીય ક્રમાંક – નિબંધ લેખન સ્પર્ધા (પ્રાથમિક વિભાગ) માં વિજેતા થયેલ છે.